આદિપુરમાં કિશોરીના દુષ્કર્મ પ્રકરણમાં આરોપી શખ્સને નિર્દોષ જાહેર કરાયો

court order

copy image

copy image

 સૂત્રો જણાવી રહયા છે આદિપુરમાં બે કિશોરીનું અપહરણ અને એકસાથે દુષ્કર્મના કેસમાં આરોપી શખ્સને નિર્દોષ ઠેરવાયો છે. આ મામલે પ્રાપ્ત થતી વિગતો મુજબ આદિપુર બસ સ્ટેન્ડથી નીકળી કોઈ પણ સ્થળે બે કિશોરીને લઈ જવાઈ હતી, બાદમાં નાની બહેન 15 વર્ષીય કિશોરી પર દુષ્કર્મ આચરવામાં આવતા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ હતી. આ મામલે પોલીસે આરોપી શખ્સની અટક કરી હતી. આ કેસ ભચાઉ કેસમાં ચાલી જતાં કોર્ટે બંને પક્ષની દલીલો સાંભળ્યા બાદ આરોપીને નિર્દોષ ઠરાવી છોડી મૂકવાનો આદેશ કરાયો હતો.