અંજાર ઉપરાંત રાપરમાં બાઇક ચોરીના ગુના કામેના આરોપી શખ્સો પોલીસની ગિરફ્તમાં : પાંચ નંબર પ્લેટ વગરની બાઈક કરાઈ કબ્જે

copy image

copy image

  અંજાર ઉપરાંત રાપરમાં બાઇક ચોરીના ગુના કામેના આરોપી શખ્સ તેમજ એક કિશોરને પોલીસે ઝડપી પાડેલ છે. જાણવા મળી રહ્યું છે કે, આ શખ્સો પાસેથી પાંચ ચોરાઉ બાઇક કબ્જે કરાઈ હતી. આ મામલે વધુમાં સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ અંજાર પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમ્યાન નંબર વગરની બાઇક સાથે બે શખ્સ નીકળતાં પોલીસે તેમને રોકાવ્યા હતા.બાદમાં આ શખ્સોને પૂછતાછ કરવામાં આવતા તે બંને શખ્સોએ બાઇક ચોરી તેમજ અન્ય ત્રણ બાઇક બાવળની ઝાડીમાં સંતાડયા હોવાની સમગ્ર બાબત સ્વીકારી હતી. બાદમાં પોલીસે તપાસ કરી ઝાડીમાંથી ત્રણ બાઇક કબ્જે કરી હતી.પકડાયેલ શખ્સોને વધુ પૂછતાછ કરતાં પોલીસે અગાઉ એક બિનવારસુ બાઇક કબ્જે કરી હોવાની સમગ્ર બાબત સ્વીકારેલ હતી. જાણવા મળી રહ્યું છે કે, પકડાયેલ શખ્સોએ અંજારમાંથી ચાર તથા રાપર વિસ્તારમાંથી એક બાઇની તસ્કરી કરી હતી.પોલીસે પકડાયેલ શખ્સો પાસેથી નંબર પ્લેટ વગરની પાંચ બાઇક હસ્તગત કરી તેમના વિરુદ્ધ આગળની વધુ કાયાદેસરની કાર્યવાહી હાથ ધરી છે.