નખત્રાણામાં માસ્કધારી બાળકોએ બોબ્બથી અન્ય બાળકને દઝાડયા હોવાના પ્રકરણનો થયો ખુલાસો : માતા-પિતાના ડરના કારણે ઘરે ખોટું બોલ્યા બાળકો

નખત્રાણામાં માસ્કધારી બાળકોએ બોબ્બથી અન્ય બાળકને દઝાડયા હોવાના પ્રકારણમાં તપાસ કરવામાં આવતા તે સમગ્ર બાબત અફવા હોવાનું સામે આવ્યું હતું. જાણવા મળી રહ્યું છે કે, સોશિયલ મીડિયામાં વહેતા થયેલા અહેવાલો બાદ અખબારોમાં છપાયેલી સમાચાર બાદ નખત્રાણા પોલીસે માતા-પિતાની હાજરીમાં ભોગ બનેલા બાળકોની યુક્તિ-પ્રયુક્તિથી પૂછ પરછ કરેલ હતી. જેમાં બાળકોએ જણાવ્યું હતું કે, તેઓ ફટાકડા ફોડતા હતા ત્યારે પોતાની રીતે જ આકસ્મિક રીતે દાઝી ગયા હતા.તેમજ માતા-પિતાના ડરના કારણે ઘરે ખોટું બોલ્યા હોવાનું સામે આવ્યું હતું.