ભુજમાથી એક મહિલા સહિત કુલ આઠ ખેલીઓ ઝડપાયા
copy image

ભુજમાથી એક મહિલા સહિત કુલ આઠ ખેલીઓને 75 હજારના મુદ્દામાલ સાથે પોલીસે ઝડપી પાડ્યા છે. આ મામલે સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ પોલીસને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, શહેરના પ્રમુખ સ્વામી નગરમાં આવેલ એક મકાનમાં બહારથી ખેલીઓ બોલાવી નાલ ઉઘરાવી તીનપત્તીનો જુગાર રમાઈ રહ્યો છે. મળેલ બાતમીના આધારે પોલીસે બાતમી વાળા સ્થળ પર દરોડો પાડી જુગાર રમતા એક મહિલા સહિત કુલ આઠ ખેલીઓને ઝડપી પાડેલ હતા. પોલીસે પકડાયેલ ખેલીઓ પાસેથી રોકડા રૂા. 30,600 સહિત કુલ રૂા. 75,100નો મુદ્દામાલ કબ્જે કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.