કોટડાસાંગાણી પંથકની સગીરા પર દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવનાર આરોપી શખ્સને 20 વર્ષની કેદ

jail

copy image

copy image

કોટડાસાંગાણી પંથકની સગીરા પર દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવનાર આરોપી શખ્સને 20 વર્ષની કેદની સજા ફટકારવામાં આવેલ છે. આ મામલે સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ કોટડાસાંગાણી ગ્રામ્ય વિસ્તારમાં રહેતી ભોગ બનનાર સગીરા ઢોર ચરાવવા જતી હતી તે સમયે આરોપી શખ્સ પણ ખેતર વિસ્તારમાં ઢોર ચરાવતો હતો. જાણવા મળી રહ્યું છે કે આ સમયે ભોગ બનનાર સાથે ઓળખાણ થયેલી અને અવાર નવાર શરીર સંબંધ બાંધતા ભોગ બનનારને બે માસનો ગર્ભ રહી ગયેલ.વધુમાં આ મામલે પ્રાપ્ત થતી વિગતો મુજબ બાદમાં આરોપી શખ્સ આ સગીરાને ચોટીલા તથા અમદાવાદ વિસ્તારમાં લઈ ગયેલ અને ત્યાં પણ ભોગ બનનાર સાથે શરીર સબંધ બાંધેલ જેની જાણ ભોગ બનનારના માતા પિતાને થતા ભોગ બનનારની માતાએ કોટડા સાંગાણી પોલીસ સ્ટેશનમાં આરોપી શખ્સ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરેલ હતી. ફરિયાદ નોંધાતા પોલીસે કાર્યવાહી હાથ ધરી અને આરોપી શખ્સની અટક કરી હતી. બાદમાં કોર્ટમાં તમામ પુરાવાઓ તેમજ દલીલો સાંભળ્યા બાદ જજે આરોપી શખ્સને 20 વર્ષની કેદની સજાનો હુકમ કર્યો હતો.