હળવદ ખાતે આવેલ માથક ગામમાં ચાર શખ્સોનો એક યુવાન પર છરી અને લાકડાના ધોકા વડે હુમલો
હળવદ ખાતે આવેલ માથક ગામમાં ચાર શખ્સો દ્વારા એક યુવાન પર છરી અને લાકડાના ધોકા વડે હુમલો કરી દેવામાં આવતા આરોપી શખ્સો વિરુદ્ધ પોલીસે મથકે ફરિયાદ નોંધાવવા આવેલ છે. આ મામલે શક્તિસિંહ રાજુભાઈ ગોહિલ દ્વારા નોંધાવેલ ફરિયાદ અનુસાર ફરિયાદીનો નાનો ભાઈ આરોપી શખ્સો સાથે મજાક કરતો હતો જેના ખાર રાખી ચારેય ઈસમોએ છરી અને લાકડાના ધોકા સાથે માથક ગામમાં પાનના ગલ્લા પાસે મારામારી કરી હતી, ઉપરાંત ફરિયાદીને ગાળો આપી લાકડાના ધોકા વડે માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પોલીસે આ મામલે આરોપી શખ્સો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.