વડોદરા શહેરમાં ખાંડેરાવ માર્કીટ ચાર રસ્તા નજીક આવેલા વ્રજસીધ્ધી કોમ્પ્લેક્સમાં મોડી રાત્રિના અરસામાં એક સાથે આશરે 20 દુકાનોના તાળા તૂટ્યા હતા, સવારના અરસામાં જ્યારે વ્યાપારીઓ પોતાની દુકાનો પર આવ્યા ત્યારે ખબર પડી કે તેમની દુકાનોના તાળા તૂટ્યા છે, ઓલીસ દ્વારા રાત્રી પેટ્રોલિંગ કરવામાં આવે છે છતા તેમના નાક નીચેથી આ મોટી લુંટને અંજામ આપવામાં આવી, આમ પોલીસ પેટ્રોલિંગ કેટલી ચાક ચોબંદ છે તેનો પુરાવો જોવા મળ્યો. રાત્રિના અરસામાં તસ્કરોને જે હાથ લાગ્યું તે બધું તેઓ લુટી ગયા હતા, કોમ્પ્લેક્સમાં મોબાઈલ, એન્જીનીયરીંગ કંપનીની ઓફીસ, ઇલેક્ટ્રિક સામાનનો સ્ટોર, મોબાઈલ ફોનના સ્પેરપાર્ટસનો સ્ટોર, ઝેરોક્ષ, સ્ટેશનરીના સ્ટોર પણ આવેલા છે, જ્યારે દુકાન માલિકો એ પોતાની દુકાનના શટર તુટેલા જોયા ત્યારે તે લોકોએ પોલીસને જાણ કરી ત્યારે પોલીસ પણ ચોંકી ઉઠી, ઘટના સ્થળે પોલીસ પહોચીને ડોગ સ્કવોર્ડ બોલાવીને કાર્યવાહી શરૂ કરી દીધી છે.