દેસાઇનગરનાં કોમ્પલેક્ષમાં થયેલી તસ્કરીનો શખ્સ મુદ્દામાલ સાથે ઝડપાયો

બોરતળાવ પોલીસ સ્ટેશનના પો.ઇન્સ. કે.એમ.રાવળની સૂચના હેઠળ ડી.સ્ટાફનાં માણસો જી.એ.કોઠારીયા, ભીખુભાઇ ચૌહાણ, એસ.એમ.સૈયદ, હિરેનભાઇ મહેતા, ભીખુભાઇ બુકેરા, સેજાદભાઇ સૈયદ, ધર્મદિપસિંહ, નરેન્દ્રસિંહ તથા નિલમબેન વિરડીયાએ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન પો.કોન્સ. ભીખુભાઇ અબ્દુલભાઇ બુકેરા તથા હિરેનભાઇ મહેતા સંયુક્ત બાતમી રાહે હકીકત મળેલ કે, દેસાઇનગર પ્રમુખ દર્શન કોમ્પલેક્ષમાં પહેલા માળે આવેલ દુકાન નં.૧૩માં ઓફીસ આવેલ હોય, ઓફીસનું મુખ્ય શટર તોડી, એલ્યુમીનીયમ સેક્શનનો દરવાજાની ફાયબરની પ્લાય તોડી અને મોટર સાયકલ સીડીડીલક્ષ નં. જીજે ૦૬ જેએ ૬૯૮૦ બોરતળાવ, કુમુદવાડીના નાકા નજીક એક કાળા કલરનું પેન્ટ, સફેદ તથા ભુરા કલરનો આખી બાયનો શર્ટ પહેરેલ ઉભો છે. આવી ચોક્કસ બાતમી મળતા બાતમીવાળી જગ્યાએ જતા એક શખ્સ નામે વિજયભાઇ હિંમતભાઇ મૂળગામ-દામનગરવાળો મળી આવેલ અને તેની પાસેથી ઉપરોક્ત ગુન્હાની તસ્કરી કરેલ રોકડા રૂ.૨૦,૦૦૦ મળી આવેલ અને મજકુરે ઉપરોક્ત તસ્કરી કરેલાની કબુલાત આપતો હોય તેમજ મજકુર અગાઉ પણ ઘરફોડ તસ્કરીમાં ઝડપાઇ ગયેલ હતો. જેની સદરહુ ગુન્હામાં કામે ધરપકડ કરેલ અને આ અંગેની આગળની તજવીજ પો.સબ.ઇન્સ. ટી.એલ.માલ કરી રહેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *