રાજકોટ ગ્રામ્ય જીલ્લા પોલીસ અધિક્ષક બલરામ મિણા તથા નાયબ પોલીસ અધિક્ષક જે.એમ.ભરવાડ જેતપુર વિભાગનાઓ તરફથી દારૂ તથા જુગારની બદ્દીને સંપુર્ણ રીતે નેસ્તનાબુદ કરવા આપેલ સુચના અન્વયે પાટણવાવ પોલીસ સ્ટેશનના પો.સબ.ઇન્સ. વાય.બી.રાણા પોલીસ સ્ટાફ સાથે પાટણવાવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. દારમ્યાન પો.સબ.ઇન્સ વાય.બી.રાણાને મળેલ હકિકતના આધારે શખ્સ ૠતુરાજસિંહ પ્રવીણસિંહ જાડેજાની પોતના કબ્જા ભોગવટાની ધારવાળી વાડીએ દરોડો કરતા આઇ.પી.એલ ના લાઇવ ક્રિકેટ મેચ પોતાના મોબાઇલમાં ક્રિકેટ લાઇવ ગુરુ નામની એપ્લીકેશનમાં લાઇવ જોઇ તેના પર રનફેર સેશન પર મોબાઇલ ફોન દ્વારા આંકડા લઇ પોતાના ફાયદા સારુ પૈસાની લેતી દેતીનો આંકડાનો કપાત આધારીત જુગાર રમતા ઋતુરાજસિંહ પ્રવિણસિંહ જાડેજા રહે. નાનીમારડ તથા પ્રદિપસિંહ અશોકસિંહ જાડેજા રહે. નાની મારડ વાળાઓ પાસેથી રોકડ રૂ.૧૫,૫૬૦ મોબાઇલ નંગ-૫ કિંમત રૂ.૫૬,૦૦૦ તથા એક મોબાઇલ ચાર્જ કરવાની પાવર બેંક કિંમત ૫૦૦ મળી તથા એક અલ્ટો કાર કિંમત રૂ.૧,૫૦,૦૦૦ મળી કુલ મુદ્દામાલ રૂ.૨,૨૨,૧૬૦નો જપ્ત કરી કાયદેસર તપાસ કરવામાં આવેલ છે. આ તપાસ દરમ્યાન પાટણવાવ પોલીસ સ્ટેશનના પો.સબ.ઈન્સ વાય.બી.રાણા તથા પો.હેડ.કોન્સ મેહુલભાઇ સુવા, પો.હેડ.કોન્સ અરુણભાઇ ખટાણા પો.કોન્સ પારસભાઇ જાંબુડિયા તથા પો.કોન્સ દુષ્યંતરાજસિંહ વાળા, પો.કોન્સ ખીમજીભાઇ હુણ પો.કોન્સ દિવ્યરાજસિંહ પઢીયાર નાઓ હાજર રહ્યા હતા.