પદ્ધરની વાડીમાં સપ્લાયર્સની ઓફિસ બહાર પાર્ક કરેલ બે ડમ્પરમાંથી 150 લિટર ડીઝલ ચોરી થતાં ફરિયાદ
પદ્ધરમાં બી.કે.ટી. કંપની સામે આવેલ વાડીમાં સપ્લાયર્સની ઓફિસ બહાર પાર્ક કરવામાં આવેલ બે ડમ્પરમાંથી કિં. રૂા. 15,500નું 150 લિટર ડીઝલ ચોરી થતાં ત્રણ અજાણ્યા ચોર ઈશમો વિરુદ્ધ પોલીસે મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે.જાણવા મળી રહ્યું છે કે, ચોરીનો આ બનાવ ગત તા. 3/11ના રાત્રે 3.45 થી 5.15 વાગ્યાના સમયગાળા દરમ્યાન બન્યો હતો. આ મામલે પદ્ધરના ડાયાભાઇ વેલજીભાઇ કોઠીવાર દ્વારા પદ્ધર પોલીસે મથકે નોંધાવેલ ફરિયાદ અનુસાર બી.કે.ટી. કંપની સામે ફરિયાદીની વાડી પર તેઓની હિતેશ સપ્લાયર્સની ઓફિસનાં પાર્કિંગમાં પાર્ક કરેલાં બે આઇવા ડમ્પરની ડીઝલની ટાંકીનાં ઢાંકણા તોડી બંનેમાંથી 150 લિટર ડીઝલ કિં. રૂા. 13,500ની ત્રણ અજાણ્યા ચોર ઈશમો ફરાર થઈ ગયા હતા. જે સમગ્ર મામલો સીસીટીવી કેમેરામાં કેદ થયેલ છે. પોલીસે આ મામલે આરોપી શખ્સો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.