વાલિયા તાલુકાના વાંદરીયા ગામે કાર હટાવવા મુદ્દે બે જૂથ વચ્ચે મારામારીમાં બે લોકોને ઈજા
વાલિયા તાલુકાના વાંદરીયા ગામના નિશાળ ફળિયામાં રહેતો પ્રતિક યોગેશ વસાવા પ્રતિકના કાકા ચોરઆમલામાં રહેતા દીપક ચંપક વસાવા ઇક્કો ગાડી લઈને આવ્યા હતા તે ઇક્કો ગાડી અચાનક બંધ પડી જતા તેમનો ભત્રીજો સહિત તેના મિત્રો કારને ધક્કો લગાવી રહ્યા હતા. તે સમયે ગામના રવિન્દ્ર રૂપજી વસાવા અને તેની પત્ની સાથે આવી રસ્તો ખુલ્લો કરી આપો, તેમ કહેતા માથાકૂટ થઇ હતી. જે બાદ રવિન્દ્ર ત્યાંથી જતો રહ્યો હતો. જે બાદ રાત્રે અલ્પેશ ચંદ્રકાંત વસાવા, શૈલેષ દિલાસિંગ વસાવા, અંકિત શાંતિ વસાવા, સુરેશ મંગા વસાવા પ્રતીકના ઘરે આવી તેના પિતા અને કાકાને અપશબ્દો ઉચ્ચારી અલ્પેશ વસાવાએ તમે કેમ મારા કાકાને બાઈક લઇ જવા માટે રસ્તો કેમ આપતા ન હતા. તેમ કહી અલ્પેશ વસાવાએ ગાળો બોલી હતી.
તેમજ આપણી ગ્રામ પંચાયતની ચૂંટણી જીતીને બતાવજો તેમ કહી અલ્પેશ વસાવાએ પ્રતિક વસાવાને પથ્થર મારતા તેને ઈજાઓ પહોંચી હતી. જયારે નજીકમાં મોબાઈલમાં વીડિયો ઉતારી રહેલા યુવાનને પથ્થર મારતા ફોનમાં વાગી જતા મોબાઈલ તૂટી ગયો હતો. જયારે સામે પક્ષના રવિન્દ્ર રૂપજી વસાવાએ નોંધાવેલી ફરિયાદ અનુસાર તેઓ પોતાના પત્ની સાથે મજૂરીના રૂપિયા આપી પરત આવી રહ્યા હતા.
તે સમયે નિશાળ ફળિયામાં ઇક્કો ગાડી માર્ગ ઉપર હોય તેને હટાવવાનું કહેતા યોગેશ અમરસિંગ વસાવા, શૈલેશ અમરસિંગ વસાવા અને દિપક ચંપક વસાવા સહીત રાજુ જયંતી વસાવાએ દંપતી સાથે ઝઘડો કરી માર માર્યો હતો. આ મારામારીની ઘટનામાં ઈજાઓને પગલે ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. મારામારી અંગે વાલિયા પોલીસે સામસામે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.
રિપોર્ટર:- કેતન મહેતા, ભરૂચ