આધોઇ : કિશોરી પર દુષ્કર્મ ના કેસમાં આરોપી નિર્દોષ સાબિત
ભચાઉના આધોઇમાં ત્રણ વર્ષ પહેલાં કિશોરી ઉપર બળાત્કારના પ્રકરણમાં આરોપીને નિર્દોષ જાહેર કરી છોડી મૂકવાનો આદેશ કોર્ટે કર્યો હતો. આધોઇમાં એક કિશોરીના માતા-પિતા લગ્નપ્રસંગે બહારગામ ગયા હતા. દરમ્યાન 2023ના આ બનાવ બન્યો હતો. આરોપી એ કિશોરીને ધાકધમકી કરી બળાત્કાર ગુજારતાં તેને ગર્ભ રહી ગયો હોવાની ફરિયાદ પોલીસ મથકે નોંધાઇ હતી.મડતી માહિતી મુજબ પોલીસે ગુનો નોંધી પૂરતા પુરાવા હોવાથી આરોપી સામે કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી. આ કેસ ભચાઉની વિશેષ પોક્સો કોર્ટમાં ચાલી ગયો હતો જ્યાં ફરિયાદ પક્ષે 14 સાહેદોના મૌખિક પુરાવા, 43 દસ્તાવેજી પુરાવા રજૂ કર્યા હતા. બચાવ પક્ષના ધારાશાત્રીએ ઉલટ તપાસ કરી હતી. ધારદાર દલીલો અને ઉચ્ચ અદાતના ચુકાદાઓને ધ્યાને લઇ ન્યાયાધીશ બી. એલ. ચોઈથાણીએ આ આરોપીને નિર્દોષ ઠરાવ્યો હતો અને છોડી મૂક્વાનો હુકમ કર્યો હતો. આરોપી તરફે ધારાશાત્રી એ હાજર રહી દલીલો કરી હતી.