મુન્દ્રા માં નવરાત્રિમાં રમતા યુવાનને છાતીમાં દુ:ખાવો થતાં મોત
મુંદરામાં નવરાત્રિમાં ગરબા રમતાં-રમતાં યુવાનને છાતીમાં દુ:ખાવો થતાં તેનું મોત નિપજતાં ગમગીની છવાઇ હતી. આ અંગે મુંદરા પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો મુજબ ગત રાતે એકાદ વાગ્યે મુંદરામાં સદ્ગુરુ હોમ્સ નવરાત્રિના ગ્રાઉન્ડમાં ત્યાં રહેતા એક યુવાન ગરબા રમી રહ્યા હતા ત્યારે તેમને છાતીમાં દુ:ખાવો ઉપડતાં તેઓને પ્રથમ સારવાર અર્થે મુંદરાની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા બાદ વધુ સારવાર અર્થે ભુજની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.