વરસામેડીમાં મકાન પર લોન હોવા છતાં બેંકના હપ્તા ભર્યા વગર જ મકાન વેંચી દેવાયું

copy image

copy image

  અંજાર ખાતે આવેલ વરસામેડીમાં મકાન પર લોન હોવા છતાં મકાન વેચી બેંકના હપ્તા ન ભરી છેતરપિંડી આંચરનાર આરોપી શખ્સ વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ મામલે સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ વરસામેડીની બાગેશ્રી ટાઉનશિપ-1માં રહેનાર પ્રીતિબેન વિનીત અરોરાએ આ બનાવ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાવેલ છે. આ મામલે નોધાવેલ ફરિયાદ અનુસાર ફરિયાદીને બીજા મકાનની જરૂરિયાત હોવાથી નવા મકાનની શોધખોળ કરી રહ્યા હતા. તે દરમ્યાન આ જ સોસાયટીમાં મકાન નંબર 113માં રહેનાર આરોપી શખ્સે સાથે તેમનો સંપર્ક થયો હતો. આ મહિલાને મકાન વેચવું હોવાથી બંને વચ્ચે વાત થયા બાદ રૂા. 10,80,000માં મકાનનો સોદો નક્કી કરવામાં આવેલ હતો જે પેટે ફરિયાદીએ આ મહિલાને રૂા. 2,80,000 આપી બીજી સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયામાંથી લોન કરાવી બાકીની રકમનો ચેક આપી દસ્તાવેજ પોતાના નામે કરાવ્યા હતા.વધુમાં તેઓ જણાવે છે આ મકાનનું રિનોવેશન કામ ચાલુ હતું ત્યારે રાજકોટ એચ.ડી.એફ.સી. બેંકમાંથી પ્રદીપ પંચુચરન પાલના નામે નોટિસ આવેલ હતી. જેથી આરોપી શખ્સે બેંકમાંથી આ મકાનની લોન લઇ રૂા. 11,56,000 ભર્યા ન હોવાની વિગતો સામે આવી હતી. આરોપીએ પ્રદીપ પાસેથી મકાન વેચાતું લઇ તેની બાકીની લોનની ભરપાઇ કર્યા વગર ફરિયાદી મહિલાને મકાન વેચી ઠગાઈ આચરી હતી. આ મામલે પોલીસે આરોપી શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.