ભચાઉ ખાતે આવેલ સામખિયાળીમાં ખોટા દસ્તાવેજો બનાવી સાત પ્લોટ બારોબાર વેંચનાર બે મહિલા સહિત ચાર શખ્સો વિરુદ્ધ ફરિયાદ
copy image

ભચાઉ ખાતે આવેલ સામખિયાળીમાં મુંબઈગરા મહિલાના સાત પ્લોટ તેમની જાણ બહાર ખોટા દસ્તાવેજ બનાવી બારોબાર વેચી નખાતાં બે મહિલા સહિત ચાર શખ્સો વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે.આ મામલે મુંબઈમાં મલબાર હિલમાં રહેનાર બેલાબેન રાજેશ શાહ દ્વારા પોલીસ મથકે નોંધાવેલ ફરિયાદ અનુસાર ભચાઉના સામખિયાળીમાં સર્વે નંબર 56/2માં ફરિયાદીના પ્લોટ નંબર 3 થી 9 વાળા આવેલા છે. ફરિયાદીના પતિ ગ્રામ પંચાયતમાં પ્લોટનો વેરો ભરવા આવતાં આ સાતેય પ્લોટ અન્યનાં નામે ચડી ગયા હોવાનું સામે આવતા સમગ્ર મામલાની તપાસ કરતાં ફરિયાદીનું નામ ધારણ કરી અજાણી મહિલાએ ખોટા દસ્તાવેજ બનાવી ભચાઉ રજિસ્ટ્રાર કચેરીમાં તેનો સાચા તરીકે ઉપયોગ કરી લાકડિયાના શખ્સને વેચ્યા હતા. વધુમાં તેઓ જણાવે છે આ ગુના કામેના મુખ્ય સૂત્રધારે આ ખોટા દસ્તાવેજ બનાવી તેમાં સાક્ષી તરીકે હિમતપુરા ભચાઉના તહીરશા રહીમશા ફકીર તથા મુંબઈ ખારગરના મીના અતુલ પટેલ હાજર રહ્યા હતા. આ મામલે પોલીસે આરોપી શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ તપાસ આરંભી છે.