પ્રોહીબીશનના ગુનામાં વચગાળા જામીન રજા પરથી છેલ્લા પાંચ વર્ષથી ફરાર આરોપીને પકડી પાડતી પેરોલ ફર્લો સ્કવોડ, પૂર્વ કચ્છ ગાંધીધામ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ચીરાગ કોરડીયા સાહેબ, સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર સાહેબ પૂર્વ કચ્છ-ગાંધીધામ નાઓ તરફથી જિલ્લાનાં નાસતા ફરતા આરોપીઓ તથા પેરોલ-ફર્લો/વચગાળાના જામીન પર ફરાર આરોપીઓ પકડવા ખાસ સુચના આપવામાં આવેલ.
જેથી ઈન્ચાર્જ પોલીસ ઇન્સપેકટર જે.એમ.વાળા પેરોલ ફર્લો સ્કવોડ ગાંધીધામની આગેવાનીમાં નાસતા ફરતા આરોપી તથા પેરોલ ફર્લોના આરોપીઓને પકડી પાડવા પેરોલ ફર્લો ટીમ સતત પ્રયત્નશીલ હતી દરમ્યાન ટેકનીકલ તેમજ હ્યુમન સોર્સીસના આધારે વઢવાણ પો.સ્ટે. ગુ.૨.નં.૦૧૪૭/૨૦૧૯ પ્રોહી.ક. ૬પએ, ઈ,૮૧, ૮૩,૧૧૬ બી તથા ઈ.પી.કો.ક.૪૬૫,૪૭૧,૧૨૦બી મુજબ ના ગુના કામેના કાચા કામના કેદી ઐસાન મહમદ ધોલુખાન સૈરાની રહે.બરનેલ તા.જાવૈદ જી.નાગોર રાજસ્થાન વાળો સુરેન્દ્રનગર સબ જેલથી તા-૦૬/૦૫/૨૦૨૦ થી તા-૦૪/૦૬/૨૦૨૦ દિન-30 ની વચગાળા જામીન ૨જા ૫૨ છોડવામાં આવેલ ત્યારબાદ તા.૦૫/૦૬/૨૦ ના રોજ સુરેન્દ્રનગર જેલ ખાતે હાજર થવાનુ હોય પરંતુ રજા પરથી હાજર થયેલ નહિ અને ફરાર થઈ ગયેલ ત્યારથી નાસતો ફરતો હોય જે હાલે રાજસ્થાન રાજ્યમાં હોવાની ચોક્કસ બાતમી મળતા પેરોલ ફર્લો સ્કવોડની ટીમ તાત્કાલિક રાજસ્થાન ખાતે જઈ આરોપીને બરનેલ, હિરાસની નગર, નબી-રાજસ્થાન ખાતેથી પકડી કાયદેસરની કાર્યવાહી કરી સુરેન્દ્રનગર સબ જેલ ખાતે મોકલી આપવામાં આવેલ છે.
પકડાયેલ આરોપીનું નામ
(૧) ઐસાન મહમદ ધોલુખાન રહે. રહે. બરનેલ તા.જાવૈદ જી.નાગોર રાજસ્થાન
આ કામગીરી પેરોલ ફર્લો સ્કવોડનાં ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેકટર જે.એમ.વાળા એ.એસ.આઈ. અરવિંદસિંહ સુરૂભા,હેડ કોન્સ. વિજયકુમાર નાનજીજી તથા પો.કોન્સ. પ્રવિણભાઈ પ્રાગાભાઈ દ્વારા કરવામાં આવેલ છે.