ધ્રબના ગોદામમાં લોખંડના વજનદાર દરવાજા નીચે આવી જતાં 17 વર્ષના તરુણનું મોત

dead body.0

copy image

copy image

મુંદ્રા ખાતે આવેલ ધ્રબના ગોદામમાં લોખંડના વજનદાર દરવાજા નીચે આવી જતાં 17 વર્ષના તરુણનું મોત નીપજયું હતું. આ બનાવ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ મુંદ્રા તાલુકાનાં ધ્રબના જીઆઇડીસી ગોદામમાં મૂળ પટના-બિહાર બાજુના અને હાલમાં ધ્રબ રહેતા 17  વર્ષના મંજીત પાસવાન ગત દિવસે સાંજના સમયે કામે ગયો હતો, તે દરમ્યાન ગોદામનો લોખંડનો મોટો વજનદાર દરવાજો ખસેડી બંધ કરી રહ્યા હતા તે સમયે દરવાજો પડતાં મંજીત પર પડયો હતો. ભારેખમ દરવાજા નીચે આવી જતાં મંજીતને ગંભીર ઇજાઓ પહોંચી હતી. આ બનાવમાં ગંભીર રીતે ઘાયલ થયેલ મંજીતનું કરુણ મોત નીપજ્યું હતું. પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી કાર્યવાહી આદરી છે.