મુંદ્રામાં વીજ ચોરી સામે આવતા રૂા. 16 લાખના દંડ ફટકારાયાં

paschim-gujarat-vij-company-ltd-keshod-junagadh-electricity-suppliers-ir0gu7w4sz

copy image

copy image

સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે મુંદ્રામાં વીજ ચોરી સામે આવતા રૂા. 16 લાખના દંડ ફટકારવામાં આવેલ છે. આ મામલે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ મુંદ્રા -1 અને મુંદ્રા -2 વિસ્તારમાં ચાલતી વીજચોરી પકડવા 30 ટીમો ઉતારવામાં આવેલ હતી.હાથ ધરવામાં આવેલ તપાસ દરમ્યાન  428 વીજ જોડાણો તપાસવામાં આવતાં 211 સ્થળે નાની-મોટી ચોરીના કિસ્સા જોવા મળ્યા હતા. વધુમાં સૂત્રો જણાવી રહયા છે જ્યાં જ્યાં વીજ ચોરી પકડાઈ હતી તેઓને રૂા.16 લાખના દંડ સહિત બિલ આપવામાં આવેલ છે.