ડાન્સ ક્લાસીસમાં ડાન્સ શીખવા જતી સગીરાનું અપહરણ થતાં ફરિયાદ નોંધાઈ : ગણતરીના કલાકોમાં આરોપીની અટક કરાઈ

copy image

સૂત્રો જણાવી રહ્યા છે કે, મોરબી શહેરી વિસ્તારમાં રહેતા પરિવારની સગીર વયની દીકરી ડાન્સ ક્લાસીસ જતી હતી જ્યાં ડાન્સ શીખવવા માટે આવતા વિધર્મી શખ્સ દ્વારા તેનું અપહરણ કરવામાં આવેલ હોવાનો મામલો પોલીસ ચોપડે ચડ્યો છે. આ બનાવ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ મોરબી શહેરી વિસ્તારમાં રહેતા પરિવારની સગીર વયની દીકરી વાવડી રોડે ડાન્સ ક્લાસીસમાં ડાન્સ શીખવા જતી હતી. આ ક્લાસીસમાં ડાન્સ શીખવવા માટે આવતા વિધર્મી શખ્સ દ્વારા તેને લલચાવી ફોસલાવીને તે સગીરાનું અપહરણ કરવામાં આવેલ હતું. આ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે તાત્કાલિક ગુનો નોંધીને આરોપીને ધરપકડ કરી છે.આ મામલે આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હોવાનું સામે આવ્યું છે.