ખાણ ખનિજ વિભાગની ટીમે તુણા પોર્ટ જતા ચાર ઓવરલોડ વાહનોને રોકાવતાં ટીમના અધિકારીઓ સાથે હાથાપાઇ : સોશિયલ મીડિયામાં વીડિયો થયો વાયરલ

copy image

સૂત્રો દ્વારા જણાઈ રહતું છે ખાણ ખનિજ વિભાગની ટીમે તુણા પોર્ટ જતા ચાર ઓવરલોડ વાહનોને રોકાવતાં ટીમના અધિકારીઓ સાથે હાથાપાઇ કરવામાં આવેલ હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ છે. આ અંગે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ અંજાર ખાતે આવેલ તુણા પોર્ટ બાજુ જવાના માર્ગ પર આ બનાવ બન્યો હતો. જે બનાવનો  વીડિયો બનાવી લેતાં આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. અહી ખાણ ખનિજ વિભાગની ફલાઇંગ સ્કવોડ દ્વારા તુણા જતા માર્ગ પરથી રોયલ્ટી પાસ કરતાં વધુ માલ ભરનાર ચાર ડમ્પરોને રોકાવવામાં આવેલ હતાં. ત્યાં આવેલા અમુક શખ્સોએ આ અધિકારીઓ સાથે રાડારાડ કરી હાથાપાઇ કરી હતી જે વાયરલ થયેલા વીડિયોમાં જણાય છે.   જાણવા મળી રહ્યું છે કે આ કાર્યવાહીમાં ચારેય ડમ્પરો કંડલા મરીન પોલીસ મથકે લઇ જવામાં આવેલ હતા અને બાદમાં પોલીસને સોંપવામાં આવેલ હતા. પરંતુ સરકારી કર્મીઓ સાથે હાથાપાઇ કે ફરજમાં રુકાવટ સહિતની કોઇ જ ફરિયાદ નોંધાઈ ન હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.