ઝરૂ ગામમાં ઝેરી દવા પી જનારા 35 વર્ષીય યુવાનનું સારવાર દરમ્યાન મોત
અંજાર ખાતે આવેલ ઝરૂ ગામે અગાઉ ઝેરી દવા પી જનારા 35 વર્ષીય યુવાનનું સારવાર દરમ્યાન મોત નીપજયું છે. આ બનાવ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ ઝરૂ ગામમાં રહેતા હરજી કોળી નામના યુવાને કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લીધી હતી. બનાવની જાણ થતાં જ આ હતભાગી યુવાનને સારવાર અર્થે હોસ્પિટલ લઇ જવામાં આવેલ હતો જ્યાં આ યુવાનનું સારવાર દરમ્યાન તેનું નીપજયું હતું. આ બનાવ પાછળનું કારણ જાણવા પોલીસે આગળની વધુ તપાસ આદરી છે.