માતેલા સાંઢની જેમ ચાલતી ઓવટલોડ ટ્રકોથી આખરે ક્યારે મળશે છુટકારો

કેરા,કુંદનપૂર,નારાણપર કે બીજા અન્ય ગામો માંથી પસાર થતી ઓવર્લોર્ડ ટ્રકો થી લોકોના જીવ અદ્ધર કેટલા વર્ષો થી બાયપાસ રોડ બનાવવાની વાતો થાય છે પણ હજી સુધી કોઈ નકર કામગીરી કરાય તેવું દેખાતું નથી લોકોને મૂર્ખ બનાવવા માટે સર્વે તો કરાય છે પણ કામ કઈ આગળ વધતું નથી તેવું લોકો જણાવી રયા છે ગામ વરચે થી પસાર થતી ટ્રકો ક્યારેક લોકોના ઘરોમાં ઘૂસી જાય છે કાં તો દુકાનોમાં ઘૂસી જાય છે જીઇબી ના થાંભલાઓ સાથે અથડાય છે અને અકસ્માતો નોતરે છે જેમાં આજે સવારે 8 કલાકે કેરાથી મુન્દ્રા જતાં રોડ પર ખારીવીડી વારી આટી પર મુન્દ્રા તરફથી આવતી ટ્રકે એક્ટિવા ચાલક કેરાની લેડીસને અડફેટે લેતા ઈજાઓ પહોંચી હતી જેને 108 દ્વારા ભુજ ખસેડાઇ હતી ખારીવિડી વારી આટી પર અવાર નવાર અકસ્માતો થાય છે જે જોઈએ તો અકસ્માત ઝોન બની ગયો છે જ્યાં સુધી બાયપાસ નહી બને ત્યાં સુધી લોકોને જીવનો જોખમ રહેશે જેમાં કેરામાં તો આમે રોડ સાંકડો હોવાથી લોકો ખરીદી કરવા કે મંદિરોમાં જતાં હોવાથી જીવનો જોખમ રહે છે લોકોની ભીડ હોવા છતાં ટ્રક ચાલકો ગામ વરચેથી પણ ફૂલ સ્પીડમાં નીકળતા હોય છે છતાં પણ કોઈ કાર્યવાહી થતી નથી કારણકે ચોરકા ભાઈ ઘંટીચોર જેવું કામ છે અધિકારીઓ હપ્તાઓ ખાઈ મોજ કરે છે લોકોના જીવ જાય તો કોઈ ફરક પડતો નથી તેવું લોકો જણાવી રયા છે