જેતપુરમાં એક ફરીયાદ દાખલ થઇ હતી. જેમાં ફરીયાદી રેવાનંદ ગુરૂ શ્રી અખંડાનંદ સરસ્વતી જાતે દશનામ સાધુ રહે જેતપુર નવાગઢ બળદેવધાર પાંચપીપળા જવાના રસ્તે સતીવાવ આશ્રમ વાળાને રાત્રીના અરસા દરમ્યાન તે જે રૂમમાં રહેતા હોય તે રૂમની બારી તોડી કોઇ અજાણ્યા ચાર શખ્સો તેના ઘરમાં પ્રવેશ કરી ફરીયાદીને લોખંડની રાપ તેમજ લાકડીઓ તથા ઢીકા પાટા થી શરીરે માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોચાડી ફરીયાદી પાસેથી રોકડ રૂપિયા ૧૫ હજાર જે જુદા જુદા દરની નોટો હતી. તેમજ સેમસંગ કંપનીનો મોબાઇલ તથા ડોક્યુમેન્ટ ની લુટ કરી રૂમમાં પુરી બહારથી દરવાજો બંધ કરી નાસી છૂટયા હોય જે અન્વયે સતત વોચમાં રહી તેમજ બનવા વાળી જગ્યાએથી ટાવર લોકેશન મેળવી ઇસમોના ત્રણ શંકાસ્પદ મોબાઇલ નંબર મળી આવતા તે મોબાઇલ નંબરનું સતત લોકેશન મંગાવતાં તેમજ સી.ડી.આર મંગાવતાં જેતપુર જુનાગઢ રોડ જલારામ મંદિર પાછળના વિસ્તારમાં લોકેશન મળતાની સાથેજ અલગ અલગ ટીમોથી ઝડપી પાડયા તેને પુછપરછ કરતાં સૌરાષ્ટ્રનાં અલગ અલગ ગામોમાં તસ્કરી કરેલની કબુલાત કરી છે.