વડોદરાના દશરથમાં નાસ્તા હાઉસમાં IPL મેચ પર ઓનલાઇન સટ્ટો રમતા ચાર ઇસમો પકડાયા

0
20180719_143955.jpg
વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા બાતમીને આધારે દશરથ ગામે ઓનલાઇન સટ્ટો રમતા ચાર ઇસમોને રૂપિયા 1,14,295નો મુદ્દામાલ સાથે પકડી લેવાયા છે. દશરથ ગામે આવેલા જલારામ નાસ્તા હાઉસમાં બેસીને આઇપીએલ મેચ પર ઓનલાઇન સટ્ટો રમી રહ્યા હતા. ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા કરવામાં આવેલા દરોડામાં મુખ્ય સટોડીયો આલોક પટેલ પોલીસના હાથે લાગ્યો નથી અને પલાયન થઇ ગયો છે. પોલીસ દ્વારા આલોક પટેલને વોન્ટડ જાહેર કરવામાં આવ્યો છે આ ચાર લોકો દ્વારા galaxyexch9.com નામની વેબસાઈટ પર સટ્ટો રમી રહ્યા હતા. દશરથ ગામે સટ્ટો રમતા ચાર ઇસમોને વડોદરા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પકડી લેવામાં આવ્યા છે. ત્યારે પોલીસે ટી.વી, સેટઅપ બોક્સ, 4 મોબાઇલ સહિત 1295 રૂપિયાની રોકડ રકમ સાથે 4 ઇસમોને પકડી પાડ્યા છે. પોલીસ દ્વારા ફરાર ઈસમ અને મુખ્ય સુત્રધાર આલોક પટેલને પકડી લેવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *