આદિપુરમાં ટાગોર રોડ પર મોટા ભાગની સ્ટ્રીટલાઈટો બંધ હાલતમાં

image-149

copy image

copy image

 આદિપુર શહેરમાં સ્ટ્રીટલાઈટો બંધ હોવાની બાબતો સામે આવી રહી છે ઉપરાંત જે ચાલુ પણ હોય તો તેનો પ્રકાશ ઓછો આપતી હોવાની રાવ લોકો ઉઠાવી રહ્યા છે ઉપરાંત ગુરુકુળ વિસ્તારમાં તો સવારના ભાગે પણ સ્ટ્રીટ લાઈટો ચાલુ હોવાનું જણાઈ રહ્યું છે. આ મામલે સૂત્રોનું કહેવું છે કે, ગુરુકુળ વિસ્તારમાં દિવસના ભાગે પણ સ્ટ્રીટલાઈટો ચાલુ જોવા મળે છે, જ્યારે કે તેનાથી વિપરીત ટાગોર રોડ પર જેની તાતી જરૂરીયાત છે તેવી સ્ટ્રીટ લાઈટો મોટા પ્રમાણમાં બંધ હાલતમાં છે. ગાંધીધામ- આદિપુર સંકુલમાં ભારે વાહનોની ગતિવિધિ ખુબ જ સામાન્ય બાબત બની ચૂકી છે ત્યારે રાતના સમયગાળા દરમ્યાન સ્ટ્રીટલાઇટનું અનિવાર્ય છે.