ગેરકાયદેસર ડોકટ૨ની પ્રેકટીસ ક૨તા ઇસમને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરતી એસ.ઓ.જી. ગાંધીધામ

માન.પોલીસ મહાનિરીક્ષકશ્રી ચિરાગ કોરડીયા સાહેબ, સરહદી રેન્જ ભુજ-કચ્છ તથા પોલીસ અધિક્ષકશ્રી સાગર બાગમાર સાહેબ પૂર્વ કચ્છ, ગાંધીધામનાઓ દ્વારા જિલ્લામાં લોકોના હેલ્થ સાથે ચેડા કરી ગેરકાયદેસરની પ્રેકટીસ ક૨તાં બોગસ ડોક્ટરોને પકડી પાડવા મળેલ સુચના મુજબ એસ.ઓ.જી.ટીમને ખાનગી બાતમી મળેલ કે, પી.એસ.એલ કારગો ઝુપડા ગાંધીધામ પાસે પુનમારામ કેહ૨ા૨ામ રબારી પોતાની કબ્જા ભોગવટાની દુકાનમા ગેરકાયદેસર ડિક્લનીક ખોલી ડોક્ટરની પ્રેકટીસ ક૨તાં ક૨તા હોય જેથી સદરહુ જગ્યાએ તપાસ કરતાં મજકુર ઇસમે કોઈપણ સક્ષમ સંસ્થા ગુજરાત મેડીકલ કાઉન્સીલનું રજીસ્ટ્રેશન અંગેનુ પ્રમાણપત્રો મેળવ્યા વગર ડોકટરની પ્રેકટીસ કરી લોકોના આરોગ્ય સાથે ચેડા કરતાં જણાયેલ અને તેમના કબ્જામાંથી ગે.કા.રીતે મેડીકલ પ્રેકટીસથી મેળવેલ એલોપેથીક દવાઓ તથા મેડીકલ સાધનો મળી આવતાં મજકુર આરોપી વિરૂધ્ધ ધી મેડીકલ પ્રેકટીસ એકટ ૧૯૬૩ મુજબનો ગુન્હો ગાંધીધામ બી ડીવીઝન પો.સ્ટે.દાખલ કરી આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે.

રાઉન્ડઅપ કરેલ આરોપી:-

પુનમારામ કેહરારામ રબારી ઉવ.૨૭ રહે મુળ ગામ.કેસુરી તા.શીતલવાણા જી.સાચોર રાજસ્થાન હાલે રહે.પી.એસ.એલ કારગો ઝુપડા આહીરવાસ ગાંધીધામ

પકડાયેલ મુદ્દામાલની વિગત:-

(૧) એલોપેથીક દવાઓ તથા મેડીકલ સાધનો કિ.રૂ. ૨૯,૮૩૦/-

(૨) આધાર કાર્ડ નકલ -૦૧ કિ.રૂ.00/00

ડુલ્લ રૂા. ૨૯,૮૩૦/-નો મુદ્દામાલ

ઉપરોકત કામગીરીમાં એસ.ઓ.જી.પોલીસ ઈન્સપેકટર ડી.ડી.ઝાલા તથા પો.સબ ઇન્સ. વી.પી.આહીર તથા એસ.ઓ.જી. સ્ટાક જોડાયેલ હતો.