સાર્વજનિક હેતુસર વાપરવામાં આવતા પ્લોટમાં રખાયા ભંગાર વાહનો
copy image

સૂત્રો જણાવી રહ્યા છે આરટીઓ રિલોકેશન સાઇટમાં બરોબર રાજગોર સમાજવાડી તથા બંધ પડેલી અસંખ્ય દુકાનોની સામે એક વિશાળ પ્લોટ આવેલ છે જે સાર્વજનિક હેતુસર વાપરવામાં આવે છે. આ સ્થળ પર ગણેશ ઉત્સવ, ભાગવત કથા માતાના મઢના પદયાત્રીઓ માટે સેવા કેમ્પનું આયોજન કરવામાં આવે છે પરંતુ જાણવા મળી રહ્યું છે કે છેલ્લા લાંબા સમયથી આસપાસની ગેરેજના ભંગાર વાહનો તથા રિપેરીંગમાં આવતા વાહનો અહીં પાર્ક કરી દેવામાં આવે છે. સૂત્રોનું કહેવું છે કે, અનેક વર્ષોથી કટલીક ગાડીઓ અહીં જ પડી રહેલ જોવા મળી રહે છે.