ગાંધીનગર ખાતે આવેલ પિંડારડાના વૃધ્ધાશ્રમમાં તસ્કરો ત્રાટક્યા : વૃધ્ધાશ્રમના મદિરની દાનપેટી લઈ થયા ફરાર
copy image

ગાંધીનગર ખાતે આવેલ પિંડારડામાં વૃધ્ધાશ્રમમાથી મંદિરની દાન પેટી ઉઠાવી તસ્કરો ફરાર થઈ ગયા હતા. આ મામલે સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ ગાંધીનગરના પિંડારડા ગામ આમ્રપાલી વૃધ્ધાશ્રમમાં અરવિંદભાઈ શાહ છેલ્લા એકાદ મહિનાથી રહેવા આવેલ છે જેઓ ઓફિસમાં સેવા આપે છે આ વૃદ્ધાશ્રમમાં 53 વડીલો રહે છે. અહીં બનાવવામાં આવેલ સાઈબાબાના મંદિરમાં ગત તા. મી નવેમ્બરનાં રોજ સાંજના તમામ વૃદ્ધોએ એકઠા થઈને મંદિરમાં આરતી કરી પોત પોતાના રૂમમાં સૂવા ચાલ્યા ગયેલ હતા. બાદમાં સવારે છ વાગે જોતાં મંદિરના મુખ્ય દરવાજાનું લોક તૂટેલ હાલતમાં જોવા મળ્યું હતું. વધુ તપાસ કરતાં દાનપેટી ગાયબ જણાઈ હતી. દાન પેટીની શોધખોળ કરતા વૃધ્ધાશ્રમની થોડેક દુર ખેતરના વાડાની અંદર દાન પેટી તૂટેલી હાલતમાં પડી હતી. આથી ઓફિસમાં આવીને દાન પાવતી બુક ચેક કરવામાં આવતા દાન પેટીમા રૂપિયા 1,79,200 હોવાનુ સામે આવ્યું હતું. આ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.