રાપર ખાતે આવેલ કીડિયાનગરમાં રૂપિયાની રમત કરનાર શખ્સ દબોચાયો : ત્રણ ફરાર

Bike-Chor-arrested-by-Mulund-Police-station-20-Motorbikes-recoverd-Gallinews

copy image

copy image

  રાપર ખાતે આવેલ કીડિયાનગરમાં રૂપિયાની હાર જીતની રમત રમતા એક ખેલીને પોલીસે દબોચી લીધો હતો જ્યારે બાકીના ત્રણ આરોપીઓ નાસી છૂટવામાં સફળ રહ્યા હતા. આ અંગે સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ પોલીસને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, રાપર ખાતે આવેલ કીડિયાનગરમાં ચાર શખ્સો રૂપિયાની હાર જીતનો જુગાર રમી રહયા છે, મળેલ બાતમીના આધારે પોલીસે બાતમી વાળા સ્થળ પર કાર્યવાહી હાથ ધરી અને એક શખ્સને ઝડપી લીધો હતો જ્યારે બાકીના ત્રણ નાસી છૂટ્યા હતા. હાથ ધરવામાં આવેલ કાર્યવાહી દરમ્યાન પોલીસે રૂા. 13,900 હસ્તગત કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.