અપહરણ કરીને બળાત્કાર ગુજારવાના કેસના બે વર્ષથી ફરાર આરોપીને અમદાવાદથી દબોચાયો

copy image

copy image

સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે, અપહરણના કેસમાં ફરાર આરોપીને પોલીસે દબોચી લીધો છે. આ અંગે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ અમદાવાદનાં શખ્સે સગીરાનું અપહરણ કરીને બળાત્કાર ગુજાર્યો હોવાના કેસમાં આરોપી શખ્સ છેલ્લા બે વર્ષથી ફરાર હતો. જાણવા મળી રહ્યું છે કે આ ગુના કામેના ફરાર આરોપી શખ્સને પૂર્વ બાતમીના આધારે ગાંધીધામ બી-ડિવિઝન  પોલીસે અમદાવાદથી ઝડપી પાડયો હતો. આ અંગે પોલીસે આગળની વધુ કાયદેસરની કાર્યવાહી આરંભી છે.