ભુજની જનતાનગરીની ચોરી બ્ભેદ ઉકેલાયો : આરોપી શખ્સ પોલીસની ગિરફ્તમાં

copy image

copy image

ભુજમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલાતા આરોપી શખ્સને ઝડપી પાડવામાં આવેલ છે. આ અંગે સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ ભુજ શહેરના કેમ્પ વિસ્તારની જૂની મેન્ટલ હોસ્પિટલ પાછળ જનતાનગરીમાં એક ઘરમાં પરિવાર એક રૂમમાં સૂતો હતો તે દરમ્યાન બાજુના રૂમમાંથી સોનાના બુટિયા અને રોકડ સહિત રૂા. 42 હજારની મત્તા ઉપરાંત સહીવાળા એક ચેકની ચોરીના બનાવનો ભેદ પોલીસે ઉકેલી લીધો છે. આ કાર્યવાહી દરમ્યાન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે સમયે એક શખ્સ ડોલર હોટેલ નજીક નંબરપ્લેટ વિનાની એક્ટિવા લઈને આવી રહ્યો હતો. આ શખ્સ શંકાસ્પદ જણાતા તેને અટકાવી અને પૂછતાછ કરતા સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો.પોલીસે પકડાયેલ શખ્સની અટક કરી તેના વિરુદ્ધ આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જણાઈ રહ્યું છે.