ગઢશીશામાં એકલા રહેતા વૃદ્ધાનું ગળું દબાવી હત્યા કરવાના ચકચારી પ્રકરણમાં આરોપી ન્ર્દોશ જાહેર

Court-1495027562_835x547

copy image

copy image

સૂત્રો જણાવી રહ્યા છે કે, ગઢશીશામાં એકલા રહેતા વૃદ્ધાનું ગળું દબાવી હત્યા નીપજાવી દાગીના લૂંટી લેવાના ચકચારી પ્રકરણમાં આરોપી શખ્સોને નિર્દોષ છોડી મૂકવાનો આદેશ જાહેર કરી દેવામાં આવેલ છે. આ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ આરોપી શખ્સે ગઢશીશામાં ઘરે એકલા રહેતા વયોવૃદ્ધ ગુણવંતીબેન વલ્લભજી જૈનના કરે જઇ તેમનું ગળું દબાવી વૃદ્ધને મોતને ઘાટ ઉતારી દીધા હતા ઉપરાંત પહેરેલા દાગીના, સોનાની બંગડીઓ, દોરો અને વીંટીની લૂંટ મચાવી અને તેના સહઆરોપી મળી આ દાગીના મુંબઈના સોનીને એક લાખમાં વેચી માર્યા હતા. આ ચકચારી કેસમાં પોલીસે આરોપી શખ્સોની અટક કરી હતી. બાદમાં આ કેસ કોર્ટમાં જતાં જજે બંને પક્ષની દલીલો સાંભળ્યા બાદ આરોપીને નિર્દોષ છોડી મૂકવાનો હુકમ જાહેર કર્યો છે.