અંજાર નાં એકતાનગરમાં રહેતા ઉત્તરપ્રદેશના 25 વર્ષીય યુવાને ગળે ફાંસો ખાઈ જીવ ટૂંકાવ્યો
copy image

અંજાર તાલુકાનાં એકતાનગરમાં રહેતા ઉત્તરપ્રદેશના 25 વર્ષીય યુવાને કોઈ અગમ્ય કારણોસર પોતાના રૂમમાં ગળે ફાંસો ખાઈ પોતાનો જીવ ટૂંકાવી લીધો હતો. આ બનાવ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ મધ્યપ્રદેશ અને હાલમાં અંજારના એકતાનગરમાં રહેતા 25 વર્ષીય યુવક રોહિત તખતસિંહ મેહરાએ કોઈ અગમ્ય કારણોસર ગત રાત્રિના સમયે પોતાના રૂમમાં દોરી વડે ગળે ફાંસો ખાઈ લીધો હતો. બનાવની જાણ થતાં જ તાત્કાલિક આ યુવાનને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવેલ હતો જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.પોલીસે આ બનાવ અંગે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની વધુ તપાસ આદરી છે.