અંજારના વરસામેડી માર્ગ વચ્ચે બાઇક આગળ આખલો આવી જતાં બાઈક ચાલકનું મોત

body-150x150-2

copy image

copy image

 અંજારના વરસામેડી રોડ પર માર્ગ વચ્ચે આખલો આવી જતાં હરીશ નામના બાઈક ચાલકનું મોત નીપજયું હતું. આ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ  અંજાર-વરસામેડી માર્ગે પર મૃતક યુવાન અને તેનો ભાઈ  ગાડી રિપેરિંગની ગેરેજ ચલાવે છે. ગત તા. 14/11ના સાંજના સમયે આ યુવાન બાઇક લઈને જઈ રહ્યો હતો તે સમયે માર્ગ વચ્ચે આખલો આવી જતાં તે બાઈક પરથી નીચે પટકાયો હતો.જાણવા મળી રહ્યું છે કે આ બનાવમાં માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા પ્રથમ ભુજ અને બાદમાં વધુ સારવાર અર્થે અમદાવાદ ખસેડાયો હતો. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.