પોલીસની સરાહનીય કામગીરી બદલ નખત્રાણા પોલીસનું સન્માન કરતા નખત્રાણાનો માલધારી સમાજ

આજથી ત્રણેક માસ અગાઉ નખત્રાણા તાલુકાના સુખપર (વિરાણી) તથા ગણેશનગર વિસ્તારમાંથી રબારી સમાજના માલધારીઓની ત્રણ ભેંસો ચોરાયેલ જે બાબતે નખત્રાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધવામાં આવેલ હતી. જે ગુનાને ઉકેલવા માટે નખત્રાણા પોલીસ દ્વારા અલગ-અલગ ત્રણ ટીમો બનાવી જે ટીમ દ્વારા સતત મોનિટરિંગ અને કરી બનાસકાંઠા જીલ્લામાંથી અને નખત્રાણા મધ્યેથી પાંચ જેટલા આરોપીઓને પોલીસે પકડી પાડી અને ચોરાયેલી ત્રણેય ( ભેંસોને હેમખેમ પરત લાવી મૂળ : માલિકને સુપ્રત કરી ભેંસ ચોરીનો કેસ ઉકેલ્યો હતો. દેખરેખ ત્રણ મહિના બાદ

જેથી પોલીસની આ સરાહનીય કામગીરીને બિરદાવવા માટે નખત્રાણા માકપટ રબારી સમાજના પ્રમુખ અને આગેવાનો દ્વારા શ્રી બી.બી. ભગોરા સાહેબ નાયબ પોલીસ અધિક્ષક નખત્રાણા વિભાગ નખત્રાણા તથા શ્રી એ. એમ. મકવાણા સાહેબ પો.ઈન્સ. નખત્રાણા પોલીસ સ્ટેશન તથા એ.એસ.આઇ. પશવંતદાન ગઢવી તથા જયંતીભાઇ માજીરાણા તથા વિકેશભાઇ રાઠવા તથા પો.હેડ.કોન્સ. મોહનભાઈ આયર તથા નિકુંજદાન ગઢવી તથા પો.કોન્સ. મોહન ગઢવી તથા મયંક જોષી તથા વિપુલભાઇ ચૌધરી તથા મીતભાઈ પટેલ તથા લાખાભાઇ રબારી તથા નરેન્દ્રસિંહ સોઢા તથા ચંદુભાઇ માજીરાણા તથા વેરશીભાઈ રબારી ડ્રાઇવર સહિતના સ્ટાફનું પાગળી પહેરાવી અને સાલ ઓઢાળી સન્માનીત કરવામાં આવેલ છે.