મમુઆરાની વાડીમાંથી થયેલ સગીરાના અપહરણના કેસનો આરોપી નખત્રાણાના દેવપરના વાડીવિસ્તારમાંથી દબોચાયો

crime

copy image

copy image

 ભુજના મમુઆરાની વાડીમાંથી થયેલ સગીરાના અપહરણના કેસમાં આરોપી શખ્સને ઝડપી પાડવામાં આવેલ છે. આ મામલે સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ થોડા દિવસો અગાઉ મમુઆરાની વાડીમાંથી પરપ્રાંતીય ખેતમજૂરની 12 વર્ષીય સગીરાનું અપહરણ થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ હતી. નોંધાવેલ ફરિયાદના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી જેના વચ્ચે તેમને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, ભોગ બનનાર અને આરોપી નખત્રાણા તાલુકાના દેવપરના વાડીવિસ્તારમાં છે. જાણવા મળી રહ્યું છે કે મળેલ બાતમીના આધારે પોલીસે છેલ્લા બે દિવસથી ખેડૂત તથા દૂધવાળાનો વેશ ધારણ કરી અલગ-અલગ વાડીઓમાં તપાસ કરાતાં સ્થાનિક ખેડૂતોની મદદથી આરોપી શખ્સને દબોચી લીધો હતો. પોલીસે પકડાયેલ શખ્સ વિરુદ્ધ આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.