ઓનલાઈન ઠગાઈમાં ગયેલ 45 હજાર સાયબર સેલે પરત અપાવ્યા
ભુજના શખ્સ સાથે થયેલ ઓનલાઈન ઠગાઈમાં ગયેલ 45 હજાર પરત અપાવી સાયબર સેલે સરાહનીય કામગીરી બજાવી છે. આ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ ભુજના ગૌરવભાઈને અજાણ્યા વોટસઅપ નંબર પરથી ગુગલ મેપ પર રેટિંગ પોઈન્ટ આપવાના રૂપિયા મળશે એવો મેસેજ આવેલ હતો. આથી ગૌરવભાઈએ આ નંબર પર સંપર્ક કરતા ટેલિગ્રામમાં લિંક મોકલાવી હતી અને ટાસ્ક અપાતા તે પૂરા કરાતા સામેવાળાએ રૂા. 150 જમા કરાવ્યા હતા. જાણવા મળી રહ્યું છે કે, વધુ કમાવવા ડિપોઝિટ ભરવી પડશે તેવું જાણવા મળતા વધુ લાલચમાં આવી ગૌરવભાઈથી અલગ-અલગ ટ્રાન્ઝેક્શનથી કુલ રૂા. 45 હજાર પડાવી લીધા હતા. બાદમાં પોતાની સાથે ઠગાઈ થઈએ હોવાનું સામે આવતા તેમણે ક્રાઈમ સેલનો સંપર્ક કર્યો હતો. સેલ તેમને મદદરૂપ બની ગુમાવેલા નાણાં ફ્રિઝ કરાવી પરત અપાવ્યા હતા.