ગાંધીધામમાંથી ચાર ખેલૈયાઓની અટક
copy image

ગાંધીધામમાંથી ચાર પત્તાપ્રેમીઓની અટક કરવામાં આવેલ છે જે અંગે સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ ગાંધીધામ બી ડિવિજન પોલીસ પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન તેમને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, ગાંધીધામના મચ્છુનગર રેલવે પાટા પાસે અમુક ઈશમો રૂપિયાની હારજીતનો ખેલ રમી રહ્યા છે. મળેલ બાતમીના આધારે હકીકત વાળા સ્થળ પર દરોડો પાડી પોલીસે જુગાર રમતા ચાર શખ્સોને રંગે હાથ ઝડપી પાડ્યા હતા. પોલીસે પકડાયેલ શખ્સો પાસેથી તમામ મુદ્દામાલ હસ્તગત કરી તેમના વિરુદ્ધ જુગારધારાની કલમો હેઠળ ગુનો નોંધી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.