રાપર ખાતે આવેલ લાકડાવાંઢમાં 19 વર્ષીય યુવતીએ ગળે ફાંસો ખાઈ કર્યો આપઘાત
copy image

રાપર ખાતે આવેલ લાકડાવાંઢમાં 19 વર્ષીય યુવતીએ ગળે ફાંસો ખાઈ પોતાની જીવનલીલા સંકેલી હતી. આ અંગે પ્રાપ્ત થતિ વિગતો મુજબ રાપર તાલુકાની લાકડાવાંઢમાં રહેતી 19 વર્ષીય યુવતી જાગુબેન પ્રેમજીભાઈ કોલીએ ગતદિવસે સવારના આરસામાં જીવનનું અંતિમ પગલું ભર્યું હતું. પ્રાપ્ત વિગતો મુજબ હતભાગીએ ગત સવારે કોઈ અગમ્ય કારણોસર લાકડાવાંઢના ખેતરમાં ગળેફાંસો ખાઈ મોતને ભેટો કર્યો હતો. આ અંગે બાલાસર પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી આગળની વધુ કાર્યવાહી આદરી છે.