ભુજના ચકાર (કો.)માં 62 વર્ષીય વૃદ્ધે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

copy image

copy image

ભુજ ખાતે આવેલ ચકાર (કો.)ના 62 વર્ષીય વૃદ્ધે કોઈ કારણોસર ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. આ બનાવ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ ભુજ તાલુકાના ચકાર (કો.)માં રહેતા 62 વર્ષીય પ્રૌઢ ઈશ્વરલાલ જખુ પરમાર ગત રાત્રે પોતાની વાળીએ હાજર હતા તે દરમ્યાન કોઈ અગમ્ય કારણોસર વાડીના ઝાડ પર દોરડા વડે ગળે ફાંસો ખાઈ જીવ આપી દીધો હતો. બનાવની જાણ થતાં જ તેમને સારવાર અર્થે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં લઈ જવામાં આવેલ હતા. જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃતજાહેર કર્યા હતા.