કોરોનાના કારણે હૃદય સંબંધી સમસ્યાઓનું પ્રમાણ વધ્યું

copy image

કોરોનાના કારણે હૃદય સંબંધી સમસ્યાઓનું પ્રમાણ વધી ગયું હોવાનું જણાઈ રહ્યું છે ત્યારે આ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ ચીનના વુહાન શહેરમાંથી દુનિયામાં ફેલાયેલા કોરોના વાયરસની અસર હાલના સમયે લોકમાં ઓછી દેખાઈ રહી છે પરંતુ કોરોનાના કારણે હૃદય સંબંધી સમસ્યાઓનું જોખમ વધી ગયું હોવાનો ખુલાસો થયો છે. અલબત્ત, કોરોના મહામારી બાદ હૃદયાઘાતનું પ્રમાણ પણ વધી ગયું હોવાનું સામે આવી રહ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર એક મીડિયા હેવાલ મુજબ, આર્ટેરિયોસ્ક્લોરોસિસ, થ્રોમ્બોસિસ અને વૈસ્કુલર બાયોલોજી જર્નલના હેવાલમાં જણાવ્યા મુજબ, કોવિડ-19ના એક હજાર દિવસમાં જ હૃદય સંબંધી જોખમોનું પ્રમાણ વધી ગયું છે. ઉપરાંત આ સ્થિતિ ચિંતાજનક હોવાનું તબીબો અને ઈન્સ્ટિટયૂટનું માનવું છે. વધુમાં હૃદયને લગતી બીમારીથી બચવા જીવનશૈલીમાં બદલાવ કરવા, હળવી પણ નિયમિત કસરત અને પૌષ્ટિક ખોરાક લેવાની સલાહ છે.