કોમર્શીયલ કોમ્પ્લેક્ષમાં દુકાનમાં ચાલતા દેહવ્યાપારનો થયો પર્દાફાશ

copy image

ઠેર ઠેર જગ્યાએ ફુટણખાનાઓ ધમધમી રહ્યા છે. ત્યારે કોમર્શીયલ કોમ્પ્લેક્ષમાં દુકાનમાં ચાલતા દેહવ્યાપાર પર છાપેમારી કરવામાં આવેલ હોવાનો કિસ્સો સામે આવી રહ્યો છે. ત્યારે આ મામલે સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ ટ્રાફિકિંગ યુનિટની ટીમને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, સુરતમાં યોગીચોક સાવલિયા સર્કલ નજીક આવેલા શુભમ રેસીડેન્સીના પહેલા ફ્લોર પર દુકાનની આડમાં કુટણખાનું ચાલી રહ્યું છે. મળેલ બાતમીના આધારે યોગીચોક સાવલિયા સકલ પાસે આવેલા શુભમ રેસીડેન્સીના પહેલા માળે દુકાન ન 110 અને 111માં છાપેમારી કરવામાં આવેલ હતી. જાણવા મળી રહ્યું છે કે હાથ ધરવામાં આવેલ કાર્યવાહી દરમ્યાન દેહ વેપારનો ધંધો ચલાવતા સંચાલક અને ત્રણ ગ્રાહકની અટક કરવામાં આવેલ હતી. પોલીસે સ્થળ પરથી રોકડા 14 હજાર તથા 36,500ના 4 મોબાઈલ ફોન, તેમજ લાઈટ બીલ મળી કુલ 50,500નો હસ્તગત કર્યો હતો. ઉપરાંત રેડ દરમિયાન 7 મહિલાને મુકત કરાઈ હતી. પોલીસે આ અંગે તમામ આરોપી શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છ.