આઈસીજીના ઈતિહાસમાં સૌથી મોટો માદક દ્રવ્યનો જથ્થો ઝડપાયો : રૂા. 25000 કરોડનું 5500 કિલો એમ.ડી. ડ્રગ્સ કરાયું કબ્જે

copy image

આઈસીજીના ઈતિહાસમાં સૌથી મોટો માદક દ્રવ્યનો જથ્થો ઝડપી પાડેલ હોવાનું સામે આવે રહ્યું છે ત્યારે આ મામેલ સૂત્રો જણાવી રહ્યા છે, -નિકોબાર દ્વીપ સમૂહ પાસેથી છ હજાર કિલોગ્રામ પ્રતિબંધિત મેથામ્ફેટામાઈન લઈ જઈ રહેલી એક માછીમારી નૌકા સાથે મ્યાંમારના છ ચાલક દળ સભ્યને ઝડપી પાડવામાં આવેલ છે.હાથ ધરવામાં આવેલ કાર્યવાહી દરમ્યાન અંદાજે રૂા. 25000 કરોડના લગભગ 5500 કિલો એમ.ડી. ડ્રગ્સનો જથ્થો કબ્જે કરાયો છે. આ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ લગભગ 5500 કિલો એમ.ડી. ડ્રગ્સની કિંમત અંદાજે રૂા. 25000 કરોડની છે. એક અધિકારીએ જણાવ્યું હતું કે, આ માદક પદાર્થ બે-બે કિલોગ્રામ વજનના લગભગ ત્રણ હજાર પેકેટમાં હતા જેની અંતરરાષ્ટ્રીય બજારમાં કરોડો રૂપિયામાં થવા જાય છે. સંરક્ષણ અધિકારીએ જણાવ્યું હતું કે, ગત તા. 23મી નવેમ્બરે રોજિંદી તપાસ દરમ્યાન તટરક્ષક ડોર્નિયર વિમાનના પાયલટે બૈરન ટાપુ નજીક માછલી પકડનારી એક નૌકાની સંદિગ્ધ ગતિવિધિ નિહાળી હતી. બૈરન દ્વીપ પોર્ટ બ્લેયરથી આશરે 150 કિલોમીટર દૂર છે. જાણવા મળી રહ્યું છે આ નૌકાને ચેતવણી આપવામાં આવી હતી અને તેને તેની ગતિ ધીમી કરવા જાણ કરાઈ હતી. આ દરમ્યાન પાયલટે અંદામાન અને નિકોબાર કમાનને તેની જાણ કરતાં તુરંત નજીકના જહાજ બૈરન દ્વીપ તરફ રવાના થયાં હતાં અને માછલી પકડવાની નૌકાને લઈને તપાસ માટે 24મી નવેમ્બરે પોર્ટ બ્લેયર લાવેલ હતી. આ નૌકામાંથી મ્યાંમારના છ નાગરિકની અટક કરવામાં આવી હતી. વધુમાં સૂત્રો જણાવી રહ્યા છે કે, મેથામ્ફેટામાઈન ભારત અને તેના પાડોશી દેશોમાં તસ્કરી માટે લઈ જવાઈ રહ્યું હતું.