અંજાર તાલુકાના રાપર ખોખરામાં જૂના બોરની કામગીરી દરમ્યાન માટીના ઢગલા નીચે દબાઈ જતાં 20 વર્ષીય યુવાને જીવ ખોયો

copy image

અંજાર તાલુકાના રાપર ખોખરામાં જૂના બોરની કામગીરી દરમ્યાન કોઈ કારણોસર માટીના ઢગલા નીચે દબાઈ જતાં 20 વર્ષીય યુવાનને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે, ત્યારે આ બનાવ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ રાપર ખોખરાના પઇવાળા વિસ્તારમાં એક વાડીમાં આવેલા જૂના બોરની કામગીરી ચાલુ હતી તે સમયે બોરવેલનો પાઇપ સેટ કરવા જતાં 20 વર્ષીય યુવાન હાર્દિક હરીશ ગોયલ (આહીર) પર માટીનો ઢગલો પડતાં તે તેની નીચે દટાઇ ગયો હતો. ગંભીર રીતે ઘવાયેલા આ યુવાનને સારવાર અર્થે લઇ જવાતાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.