મીઠીરોહરમાં ભંગાર લેવા બાબતે બે યુવાન પર ત્રણ શખ્સોનો હુમલો

copy image

ગાંધીધામ ખાતે આવેલ મીઠીરોહરમાં ભંગાર લેવા મુદ્દે બે યુવાન પર હુમલો કરી દેવામાં આવતા પોલીસ મથકે ફરિયાદ નોંધવવામાં આવેલ છે. આ મામલે સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ આ બનાવ અંગે અંજારમાં રહેનાર અકબરશા કાસમશા શેખ દ્વારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. નોંધાવેલ ફરિયાદ અનુસાર ફરિયાદી ગાંધીધામના મચ્છુનગરમાં ભંગારનો વ્યવસાય કરે છે. ગત તા. 24/11ના ફરિયાદી તથા મુસ્તાક કાસમ સોઢા વાડી પર હતા, તે સમયે આરોપી શખ્સે મીઠીરોહર જી.આઇ.ડી.સી.માં ભંગાર લેવા આવવાની ના પાડી છે, જેથી આ ત્રણેય જી.આઇ.ડી.સી. વિસ્તારમાં ઇલિયાસ નાનવટી સ્ટોલ પર જતાં ત્યાં ત્રણેય આરોપી શખ્સો હાજર હતા. અને ભંગાર લેવાની કેમ ના પાડો છો તેવું કહેતાં ઉશ્કેરાઈ ગયેલા આરોપી શખ્સોએ છરી અને લોખંડની ટામી વડે હુમલો કરી દીધો હતો. આ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી છે.