જખૌની જમીનના સૂથીનાં નાણાં લઇ અન્યને જમીન વેચી દેવામાં આવતા પોલીસ મથકે ઠગાઈની ફરિયાદ નોંધાઈ

copy image

જખૌની જમીનના સૂથીનાં નાણાં લઇ અન્યને જમીન વેચી દેવામાં આવતા પોલીસ મથકે ઠગાઈની ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ મામલે સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ જખૌની જમીનના સાટાકરાર કરી સૂથી આપ્યા બાદ તે જમીન અન્યને વેચી દેવાઈ હોવાથી સૂથી લેનાર ઉપરાંત જમીન ખરીદનાર વિરુદ્ધ ઠગાઇની ફરિયાદ નોંધાવવામાં આવેલ છે.જાણવા મળી રહ્યું છે કે આ બનાવ અંગે જખૌના દયારામ શિવજી જોઇસર દ્વારા નલિયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. નોંધાવેલ ફરિયાદ અનુસાર જખૌના સર્વે નં. 1288વાળી જમીનના નોટરી મારફતના વેચાણનો સાટાકરાર તા. 14/10/22ના આરોપી શખ્સે લખી આપ્યો હતો અને સૂથી 25 હજાર આપ્યા હતા.ત્યાર બાદ કાકાને આપવા સૂથી પેટેના વધુ 25 હજાર તેમણે ફરિયાદી પાસેથી લઇ લીધા હતા. સાટાકરાર ચાલુ હોવા છતાં અન્ય આરોપીએ આ જમીન વેચાણ દસ્તાવેજથી ખરીદી કરી પોતાનાં નામે કરાવી લેતાં ઠગાઈની ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ મામલે પોલીસે આરોપી શખ્સો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ આરંભી છે.