ગાંધીધામની હોટેલમાંથી લાખોના માદક પદાર્થ સાથે પકડાયેલ બંને શખ્સ આઠ દિવસના રીમાન્ડ હેઠળ

copy image

સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે કે, ગાંધીધામની હોટેલમાંથી માદક પદાર્થ સાથે પકડાયેલ બંને શખ્સોના આઠ દિવસના રીમાન્ડ મંજૂર થયા હોવાનું સામે આવી આવ્યું છે. ત્યારે આ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ ગાંધીધામ નગરપાલિકા નજીક હોટેલ એરલાઇન્સના પ્રથમ માળેથી રૂા. 17,75,000ના 17.75 ગ્રામ કોકેઈનના જથ્થા સાથે બે શખ્સોને ઝડપી પાડવામાં આવેલ હતા. જે માલ તેઓએ તરન તારનના શખ્સ પાસેથી મેળવ્યો હોવાનું સામે આવ્યું હતું. બંનેના તા. 2/12 સુધી આઠ દિવસનાં રિમાન્ડ મંજૂર થયા હતા. માલ આપનાર તરન તારનના શખ્સને ઝડપી પાડવા પોલીસે આગળની વધુ કાર્યવાહી આરંભી છે.