અમદાવાદ રાજકોટ નેશનલ હાઇવે પર કપડાની ગાસડીની આડમા લઈ જવાતા 46 લાખના દારૂના જથ્થા સાથે એક શખ્સની અટક

copy image

copy image

સૂત્રો દ્વારા જણાઈ રહ્યું છે કે અમદાવાદ રાજકોટ નેશનલ હાઇવે પર ફુલગ્રામના પાટીયા સામે એપલ હોટલ પાસેથી કપડાની ગાસડીની આડમા ટ્રકમાં લઈ જવાતા  46 લાખના દારૂના જથ્થા સાથે પોલીસે એક શખ્સને ઝડપી પાડેલ છે. આ મામલે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ  સુરેન્દ્રનગર એલ.સી.બી. ટીમને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, એપલ હોટલના સામે ભારત બેન્ઝ કંપનીની ટ્રકમાં ગેરકાયદે ભારતીય બનાવટનો ઇંગ્લીશ દારૂ ભરીને લઈ જવાઈ રહ્યો છે. મળેલ બાતમીના આધારે પોલીસની ટીમે  બાતમી હકીકત વાળા સ્થળ પર જઈ રેઈડ પાડી હતી.  હાથ ધરવામાં આવેલ કાર્યવાહી દરમ્યાન પોલીસે  ઇંગ્લીશ દારુની બોટલ નંગ-6922, કી.રૂ. 46,98,838 તથા અન્ય મુદામાલ મળી કુલ કી.રૂ.57,70,786ના મુદ્દામાલ હસ્તગત કર્યો હતો. પોલીસે  તમામ મુદ્દામાલ કબ્જે કરી આરોપી શખ્સની અટક કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.