પડાણા ગામમાં દરગાહમાં દર્શન કરવા ગયેલ યુવાનનો મોબાઈલ ચૂપચાપ સેરવાયો

copy image

ગાંધીધામ ખાતે આવેલ પડાણા ગામમાં દરગાહમાં દર્શન કરવા જતાં યુવાનનો મોબાઈલ ચૂપચાપ સેરવાઈ જતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ મામલે સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ કાસમ હાસમ માંજોઠી નામના યુવાને નોંધાવેલ ફરિયાદ અનુસાર ફરિયાદી લોડરના ચાલક છે તેનું કામ પડાણા ગામમાં ચાલી રહ્યું છે.વધુમાં તે જણાવે છે કે ગત દિવસે સાંજના સમયે પડાણા ગામના ધોરીમાર્ગ નજીક સતાપીરની દરગાહે ફરિયાદી દર્શન કરવા ગયો હતો. ફરિયાદીએ પોતાનો મોબાઇલ દરગાહ બહાર ઓટલા પર મૂક્યો હતો. પરત આવીને જોતા મોબાઈલ ગાયબ જણાયો હતો. આસપાસ તપાસ કરવા છતાં મોબાઈલ ન મળતાં મોબાઈલ ચોરી અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આગળની વધુ તપાસ આરંભી છે.