ચકચારી હનીટ્રેપ કેસનો છેલ્લા દોઢ વર્ષથી નાસતો-ફરતો આરોપી બે દિવસના રીમાન્ડ હેઠળ
માધાપરના ચકચારી હનીટ્રેપ કેસના છેલ્લા દોઢ વર્ષથી નાસતા-ફરતા આરોપી ગજ્જુગિરિ ભીમગિરિ ગોસ્વામીના બે દિવસના રિમાન્ડ મંજૂર થયા છે. આ મામલે સૂત્રો જણાવી રહ્યા છે માધાપરના ચકચારી હનીટ્રેપ કેસનો આ આરોપી શખ્સ છેલ્લા દોઢ વર્ષથી નાસતો-ફરતો હતો જેને એલસીબીએ ભચાઉ ખાતે ઝડપી પાડ્યો છે. પકડાયેલ આરોપી શખ્સને કોર્ટમાં રજૂ કરવામાં આવતા તેના બે દિવસના રિમાન્ડ મંજૂર થયા છે.